બીજી ટી-20માં ભારત સામે અૉસિ. મહિલા ટીમની જીત

ગોલ્ડ કોસ્ટ, તા.9: તલહિયા મેકગ્રાની અણનમ 42 રનની ઇનિંગથી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારત સામેના બીજા ટી-20 મેચમાં 4 વિકેટે જીત મેળવી છે અને મલ્ટી સિરીઝ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં 9-5થી આગળ થયું છે. આજે રમાયેલા બીજા ટી-20માં પહેલા બેટિંગ કરતા ભારતે 9 વિકેટે ફક્ત 118 રનનો મામૂલી સ્કોર કર્યો હતો. જેમાં નીચેના ક્રમની બેટર પૂજા વત્રાકરની 26 દડામાં 37 રનની ઇનિંગ મહત્ત્વની હતી. આ લક્ષ્યને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. મેકગ્રાએ અણનમ 42 રન કર્યા હતા. તેણીએ 18મી ઓવરમાં શિખા પાંડેની ઓવરમાં 14 રન કરીને મેચની દીશા બદલી હતી, જ્યારે બિનઅનુભવી રેણુકાસિંહે 19મી ઓવરમાં 13 રનનો ખર્ચ કર્યો હતો. જે ભારતની હારનું કારણ બની રહ્યા. શિખા પાંડેએ 4 ઓવરમાં 27 રનમાં 4 વિકેટ લીધી હતી. તેણી અદ્ભુત સ્વિંગ બોલિંગથી એલિસા હિલીને ઝીરોમાં બોલ્ડ કરી હતી. ભારત તરફથી સુકાની હરમનપ્રિતે 20 દડામાં 28 રન કર્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer