મુંબઈમાં વધુ 523 સંક્રમિતો સાથે એક્ટિવ દરદીઓ 5038 થયા

એક પણ ચાલ કે ઝૂંપડપટ્ટી સીલ નથી
અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 9 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 523 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,47,305 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 5038 દરદીઓ સારવાર લઈ રહ્યા છે.'
શુક્રવારે મુંબઈમાંથી 532, ગુરુવારે 458, બુધવારે 629 અને મંગળવારે 433 નવા દરદી મળ્યા હતા.' છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ત્રણ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 16,152 દરદીનાં મૃત્યુ થયાં છે.'
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 498 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,23,606 દરદી સાજા થઈને ઘરે ગયા છે.'
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1091 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે.' મુંબઈમાં અત્યારે 49 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 37,731 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,06,89,795 ટેસ્ટ કરાઈ છે.'
મહારાષ્ટ્રમાં કોરોનાના 2486 નવા કેસ મળ્યા'
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 2486 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 65,75,578 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 33,006 દરદી સારવાર હેઠળ છે.'
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 44 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2446 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 66 અને નવી મુંબઈમાં 59 નવા કેસ મળ્યા'
શનિવારે થાણે જિલ્લામાંથી 21 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 71 નવા કેસ મળ્યા હતા.'
નવી મુંબઈમાંથી 59, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 66, ઉલ્હાસનગરમાંથી નવ, ભિવંડી-નિઝામપુરમાંથી એક, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 50, પાલઘર જિલ્લામાંથી પાંચ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 45, રાયગઢ જિલ્લામાંથી 73 અને પનવેલ શહેરમાંથી 68 નવા કેસ મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer