ઘરફોડી કરવા વિમાનમાં પ્રવાસ કરીને આવતી હાઈ પ્રૉફાઈલ ટોળકી પકડાઈ

મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં 215 કેસ નોંધાયેલા છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈમાં' ઘરફોડી કરતી હાઈ પ્રૉફાઈલ ચોરોની ટોળકી પોલીસના સકંજામાં આવી છે. પવઈમાં હીરાનંદાની વિસ્તારમાં જળવાયુ વિહારમાં નૌકાદળના અધિકારીના ઘરમાંથી તાળું તોડીને ગત 19મી સપ્ટેમ્બરે 24 લાખ રૂપિયાની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતાં હૈદરાબાદ અને કર્ણાટકમાં રાયચુર ખાતેથી ત્રણ જણની ધરપકડ કરી છે.
તૌફિક કુરેશી (36), ગૌસ પાસ મોઈનુદ્દીન શેખ (31) અને મહંમદ સલીમ કુરેશી (49)ની પૂછપરછમાં તેઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ચોરી અને ઘરફોડીના 215 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તેઓ પાસેથી 24.71 લાખમાંથી 21.60 લાખ રૂપિયાની માલમતા પાછી મેળવી છે. આ ટોળકી હૈદરાબાદથી વિમાન મારફતે પ્રવાસ કરીને મુંબઈ ચોરી કે ઘરફોડી કરવા આવતી હતી. પવઈમાં નૌકાદળના અધિકારીને ત્યાં ઘરફોડી' કરતાં પહેલાં રેકી કરી હતી. આ ટોળકીના સભ્યો ઓલા કે ઉબેર કરીને હાઉસિંગ સોસાયટીના કમ્પાઉન્ડમાં પહોંચતા હતા. તેથી ચોકિયાતોને તેઓ ઉપર શંકા જતી નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer