કોરોના : નવા 19,740 સંક્રમિતો : 206 દિવસે સૌથી ઓછાં 248 મૃત્યુ

નવી દિલ્હી, તા. 9 : દેશમાં કોવિડ વાયરસના કેસોની ઝડપમાં ચાલી રહેલી વધ-ઘટ વચ્ચે શનિવારે બપોરે છેલ્લા 24 કલાકની સરખામણીએ નવા' 19,740 કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયમાં 248 મૃત્યુ થયા હતા. જે આંક છેલ્લા 206 દિવસમાં સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 23,070 લોકો મહામારીને હરાવીને સાજા પામ્યા છે. જ્યારે કોવિડથી અત્યાર સુધીમાં સ્વસ્થ થનારાઓનો કુલ આંક દેશમાં 3,32,48,291 થઇ ચૂકયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડ-19નાં સક્રિય કેસ હવે ઘટીને 2,36,643 લાખ થઇ ચૂકયા છે. છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ કોરોનાનાં સરેરાશ 20,000 કેસ' નોંધાયા છે. જેનાં કારણે હવે દેશમાં સંક્રમણની સંખ્યા કુલ્લ 3,39,35,309 થઇ ગઇ છે.'
હાલમાં સ્વસ્થતાનો દર 97.98 ટકા છે, જે કોરોના વાયરસની મહામારીની શરૂઆત બાદ સૌથી વધુ છે. દરમ્યાન, ગત અઠવાડિયે કોરોના વાયરસના કુલ કેસોમાં 56 ટકા કેરળમાં સામે આવ્યા છે, કેરળમાં અત્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ છે. જ્યારે મિઝોરમ, કેરળ, સિક્કીમ, મણિપુર અને મેઘાલય એમ પાંચ રાજ્યોમાં સાપ્તાહિક સંક્રમણ દર પાંચ ટકાથી વધુ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer