સોમવારના મહારાષ્ટ્ર બંધને શિવસેનાનો ટેકો

મુંબઈ, તા. 9 : શિવસેનાના રાજ્ય સભાના સભ્ય સંજય રાઉતે શનિવારે જણાવ્યું કે લખીમપુર ખીરી હિંસાચારના વિરોધમાં 11મી અૉક્ટોબરે આયોજિત મહારાષ્ટ્ર બંધમાં' તેમનો પક્ષ સહભાગી થશે.'
એનસીપીના પ્રવક્તા નવાબ મલિક અને કૉંગ્રેસના પ્રવક્તા સચીન સાવંતની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું કે, કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે લોકોને જાગૃત કરવા જરૂરી છે. આ લડતમાં ખેડૂતો એકલા નથી બધા તેઓની સાથે છે અને એની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ રહી છે. શિવસેનાના નેતાએ કહ્યું કે વિરોધ પક્ષોએ સંયુક્તપણે રણનીતિ તૈયાર કરવી જોઇએ અને એ માટે એનસીપીના શરદ પવારે કૉંગ્રેસના રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer