એમસીએક્સમાં સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ઉછાળો

મુંબઈ, તા. 9 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 25,71,964 સોદાઓમાં કુલ રૂ.2,02,984.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 255 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 692 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 283 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.''
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 9,35,140 સોદાઓમાં કુલ રૂ.44,952.64 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,507ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.46,990 અને નીચામાં રૂ.46,282 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.306 વધી રૂ.46,827ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.245 વધી રૂ.37,654 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 વધી રૂ.4,665ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,447ના ભાવે ખૂલી, રૂ.308 વધી રૂ.46,737ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.59,600 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,596 અને નીચામાં રૂ.59,320 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,641 વધી રૂ.61,258 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,631 વધી રૂ.61,484 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,633 વધી રૂ.61,494 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં 1,39,721 સોદાઓમાં રૂ.25,582.85 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.95 વધી રૂ.237.10 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.05 વધી રૂ.260ના ભાવે બંધ થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer