મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનો યલો એલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : આવતી કાલે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. છ જિલ્લાઓને બાદ કરતા રાજ્યભરમાં `યલો એલર્ટ' જાહેર કરાયો છે. ભારતીય હવામાન વિભાગે' મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જારી કર્યો છે. સંબંધિત જિલ્લાઓમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. બુધવારથી હવામાન સૂકું થવાની આગાહી હવામાન ખાતાએ આપી છે. આવતી કાલે મુંબઇમાં મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં નહીંવત અને સાંતાક્રુઝમાં 0.2 મિ.મી વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં નહીંવત અને સાંતાક્રુઝમાં 0.2 મિ.મી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer