ફોન ટેપિંગ, ડેટા લીક મામલે મુંબઈ પોલીસે સીબીઆઈ ડિરેક્ટરને સમન્સ મોકલ્યું

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મુંબઈ પોલીસના સાયબર સેલે શનિવારે સીબીઆઈના ડિરેક્ટર અને મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી સુબોધ કુમાર જયસ્વાલને ફોન ટેપિંગ અને ડેટા લીક મામલે સમન્સ મોકલ્યુ ંછે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જયસ્વાલને 14 અૉક્ટોબરે તેમની જુબાની નોંધાવવા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
આ મામલે આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા જ્યારે રાજ્યના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા હતાં ત્યારે તેમના દ્વારા મહારાષ્ટ્રમાં પોલીસ બદલીમાં કથિત ભ્રષ્ટાચાર અંગે તૈયાર કરાયેલા એક રિપોર્ટના લીક થવા સંબંધિત છે. એ સમયગાળા દરમિયાન જયસ્વાલ ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ હતા.
આ કેસમાં આક્ષેપ કરાયો છે કે તપાસ દરમિયાન વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓના ફોન ગેરકાયદે ટેપ કરવામાં આવ્યા હતા અને જાણી જોઇને અહેવાલ લીક કરવામાં આવ્યો હતો. આ મામલે સાયબર સેલ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં શુક્લા કે અન્ય અધિકારીના નામ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer