માલિકના આક્ષેપ પાયાવિહોણા : એનસીબી

મુંબઈ, તા. 9 : નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને પ્રધાન નવાબ મલિકે કરેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ ઓફિસના ઝોનલ હેડ સમીર વાનખેડેએ કહ્યું હતું કે તપાસ સંસ્થા પ્રોફેશનલ ઢબે કામ કરે છે. કોણ કઈ પાર્ટીનું' કે ધર્મનું છે એ અમે ક્યારેય જોતા નથી.'
'નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે કુલ 14 જણને શીપ પરથી નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. બધાને કલમ 67 હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને તેમની જાંચ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આમાંથી આઠની ધરપકડ કરવામાં આવી હતી. છ સામે કોઈ વાંધાજનક પુરાવા મળ્યા નહોતા એટલે તેમને છોડી મુકવામાં આવ્યા હતા. જો જરૂર લાગશે તો તેમને પણ પુછપરછ માટે બોલાવવામાં આવશે. પંચનામા પણ અલગ અલગ સ્થળે થતા હોય છે એટલે જગ્યા, સમયમાં ફેરફાર જોવા મળે એ શક્ય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer