સોનુ સૂદ સંકટમાં રૂ. 20 કરોડથી વધુની કરચોરીનો આક્ષેપ

સોનુ સૂદ સંકટમાં રૂ. 20 કરોડથી વધુની કરચોરીનો આક્ષેપ
મુંબઈ, તા. 18 : કોરોના કાળમાં લોકોના સંકટ દૂર કરનાર અભિનેતા સોનુ સૂદ અત્યારે પોતે સંકટમાં ફસાયો છે. છેલ્લા ત્રણ દિવસ લગાતાર દરોડાના અંતે આવકવેરા તંત્રના દાવા મુજબ અભિનેતાએ 20 કરોડથી વધુની કરચોરી કરી છે.
સોનુ સૂદની આ કરચોરી ઉપરાંત તેની સંસ્થાને 2.1 કરોડનું વિદેશી દાન પણ ગેરકાનૂની રીતે મળ્યું છે. તેવું વેરાતંત્રના સત્તાધીશોએ કહ્યું હતું. ક્રાઉડફંડિંગના માધ્યમથી અભિનેતાએ તેની સંસ્થા માટે ખોટી રીતે વિદેશ ભંડોળ મેળવીને એફસીઆરએ કાયદાનો પણ ભંગ કર્યો છે, તેવો દાવો આવકવેરા તંત્રએ કર્યો છે.
આવકવેરા વિભાગના જણાવ્યાનુસાર બોગસ અને અસુરક્ષિત લોન મારફતે સુદે બેહિસાબ પૈસા એકઠા કર્યા?છે.
એટલું જ નહીં, પરંતુ એપ્રિલ-2021થી અત્યાર સુધી તેની સંસ્થાને 18.94 કરોડનું દાન મળી ચૂકયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer