બાબુલ સુપ્રિયો તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા

બાબુલ સુપ્રિયો તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા
નવી દિલ્હી, તા. 18 : પશ્ચિમ બંગાળમાં મોટા રાજકીય બદલાવમાં ભાજપને મોટો ફટકો આપતા ઘટનાક્રમ રૂપે આસનસોલના સાંસદ અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા બાબુલ સુપ્રિયોએ કેસરિયા પક્ષ સાથે છેડો ફાડયા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
પાર્શ્વ ગાયકમાંથી રાજનેતા બનેલા બાબુલ થોડા સમય પહેલાં જ રાજનીતિમાંથી સંન્યાસનું એલાન કર્યા બાદ શનિવારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં તૃણમૂલમાં સામેલ થયા હતા. ફેસબુક પોસ્ટમાં સુપ્રિયોનું દર્દ છલકાયું હતું. તેમણે નોંધ્યું હતું કે, મોદી સરકારે રાજીનામું માગ્યું તો મેં આપી દીધું. ચૂંટણી બાદ બાબુલ કેન્દ્રીય સ્તરના ભાજપના નેતૃત્વથી નારાજ હતા. અભિષેક સાથે રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયને સુપ્રિયોને તૃણમૂલમાં આવકાર્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer