વધુ 485 કોરોના સંક્રમિતો સાથે એક્ટિવ દરદી 4739 થયા

વધુ 485 કોરોના સંક્રમિતો સાથે એક્ટિવ દરદી 4739 થયા
મુંબઈમાં 42 બિલ્ડિંગો સીલ, એકપણ ચાલ કે ઝૂંપડપટ્ટી સીલ નથી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 18: શનિવારે મુંબઈમાંથી કોરોનાના 485 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,37,685 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 4739 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
શુક્રવારે મુંબઈમાંથી 434, ગુરુવારે 446, બુધવારે 514 અને મંગળવારે 367 નવા દરદી મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં છ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,048 દરદીનાં મૃત્યુ થયાં છે.  શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 432 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,14,424 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1276 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. મુંબઈમાં અત્યારે 42 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શુન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 41,024 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 99,25,955 ટેસ્ટ કરાઈ છે. 
મહારાષ્ટ્રમાં કોરોનાના 3391 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 3391 કેસ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારે 47,919 દરદી સારવાર હેઠળ છે. 
શુક્રવારે રાજ્યમાંથી 3586, ગુરુવારે 3595, બુધવારે 3783 અને મંગળવારે 3530 નવા કેસ મળ્યા હતા.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 80 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યનો મૃત્યુ દર 2.12 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3841 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 63,28,561ની થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.09 ટકા છે. 
રાજ્યમાં અત્યારે 2,83,445 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 181 લોકો સંસ્થાકીય ક્વો2રન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 5,68,74,491 ટેસ્ટ કરવામાં આવી છે. આમાંથી 65,18,502 ટેસ્ટ (11.46 ટકા) પોઝિટિવ આવી છે.  રાજ્યમાં સારવાર હેઠળના સૌથી વધુ પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં 12,699, થાણે જિલ્લામાં 7396, અહમદનગર જિલ્લામાં 6230 અને મુંબઈમાં 5719 દરદી સારવાર હેઠળ છે.
નવી મુંબઈમાં 73 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 43 નવા કેસ મળ્યા 
શનિવારે થાણે જિલ્લામાંથી 40 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 66 નવા કેસ મળ્યા હતા.  નવી મુંબઈમાંથી 73, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 43, ઉલ્હાસનગરમાંથી ત્રણ, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 35, પાલઘર જિલ્લામાંથી નવ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 40, રાયગઢ જિલ્લામાંથી 81 અને પનવેલ શહેરમાંથી 64 નવા કેસ મળ્યા હતા.  મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી શનિવારે કુલ 934 નવા કેસ મળ્યા હતા. શુક્રવારે 939 કેસ મળેલા. પુણે શહેરમાંથી 186 જ્યારે પિંપરી-ચિંચવડ પાલિકાની હદમાંથી 111 કેસ મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer