IRCTCએ સ્વદેશી ક્રૂઝ લાઈનર લૉન્ચ કર્યું

IRCTCએ સ્વદેશી ક્રૂઝ લાઈનર લૉન્ચ કર્યું
પર્યટનને પ્રોત્સાહન, દેશ-વિદેશનાં સ્થળોની સૈર ઉપલબ્ધ
નવી દિલ્હી, તા.18 : ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ 18 સપ્ટે.ને શનિવારે દેશનું પહેલું સ્વદેશી ક્રૂઝ લાઈનર લોન્ચ કર્યું હતુ. તે માટે આઈઆરસીટીસીએ કોર્ડેલિયા ક્રૂઝ સાથે કરાર કર્યા છે.
કોર્ડેલિયા ક્રૂઝનું સંચાલન વોટરવેઝ ટૂરિઝમ પ્રા.લી.કરે છે. આ કરાર હેઠળ ભારતમાં પહેલા સ્વદેશી લકઝરી ક્રૂઝ લાઈનનું પ્રોમશન અને માર્કેટિંગ કરવામાં આવશે. આઈઆરસીટીસીના આ ક્રૂઝથી પર્યટનને પ્રોત્સાહન આપવાનો ઉદેશ છે અને નેશનલ તથા ઈન્ટરનેશનલ પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકાશે. તેમાં ગોવા, દીવ, કોચી, લક્ષદ્વિપ, શ્રીલંકા વગેરે સામેલ છે. ક્રૂઝની સૈર કરવા માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુકીંગ કરાવી શકાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer