ભારતીય વિદ્યાર્થીઓને રાહત એચ-વનબી વીઝા નિયમોના બદલાવ રદ કરતી અમેરિકાની કોર્ટ

ભારતીય વિદ્યાર્થીઓને રાહત એચ-વનબી વીઝા નિયમોના બદલાવ રદ કરતી અમેરિકાની કોર્ટ
વોશિંગ્ટન, તા. 18 : ભારતીય છાત્રો માટે રાહતરૂપ સમાચારમાં અમેરિકાની સંઘીય અદાલતે મોટો ફેંસલો આપતા ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન એચ-વન બી વીઝા નિયમોમાં કરાયેલા ફેરફાર રદ્દ કરી દીધા હતા.
અદાલતના આ ફેંસલાથી ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.ઁ અમેરિકમા નોકરીની તલાશ કરી રહેલા ભારતના છાત્રોને ફાયદો થશે.
ટ્રમ્પના શાસનકાળમાં છાત્રોની પસંદગી પ્રક્રિયા લોટરી ડ્રોથી બદલાવીને માત્ર ઉચ્ચ પગારવાળી નોકરીઓ માટે કરી દેવાઈ હતી.
એચ-વનબી વીઝાના નિયમોમાં આવા વિચિત્ર બદલાવ સામે વિરોધનો વંટોળ ઊઠયો હતો અને ટ્રમ્પ પ્રશાસનના પગલાંને અદાલતમાં પડકાર ફેંકાયો હતો.
આ બદલાવના વિરોધ સાથે અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અદાલતમાં પડકાર ફેંકાયા બાદ આ આદેશ આવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer