પુરાવા ન હોવાનો દાવો કરી રાજ કુન્દ્રાએ જામીન અરજી કરી

પુરાવા ન હોવાનો દાવો કરી રાજ કુન્દ્રાએ જામીન અરજી કરી
મુંબઈ, તા. 18 (પીટીઆઇ) : અશ્લીલ ફિલ્મ મામલે આરોપી બિઝનેસમૅન રાજ કુન્દ્રાએ શનિવારે અદાલતમાં જામીન અરજી દાખલ કરી છે. કુન્દ્રા દ્વારા દાવો કરાયો છે કે તેને બલીનો બકરો બનાવાયો છે. કેસમાં નોંધાયેલા પૂરક આરોપનામામાં કોઇ પુરાવા નથી જે કથિત આપત્તિજનક ફિલ્મ બનાવવામાં તેમની સંડોવણીને સાબિત કરે. આ કેસની તપાસ કરી રહેલી ગુના શાખાએ કુન્દ્રા અને અન્ય ત્રણ વિરુદ્ધ કથિત રીતે અશ્લીલ ફિલ્મ બનાવવા અને કેટલીક ઍપની મદદથી તેનાં પ્રસારણ કરવાના આરોપમાં પૂરક આરોપનામું દાખલ કર્યું છે. ત્યારબાદ આરોપી કુન્દ્રાએ મેટ્રોપોલિટન અદાલતમાં જામીન અરજીમાં જણાવ્યું છે કે આ કેસની તપાસ થઇ ગઇ છે. કુન્દ્રાએ વકીલ પ્રશાંત પાટીલ મારફતે દાખલ કરેલી જામીન અરજીમાં દાવો કર્યો છે કે મારી સામે કોઇપણ સબળ પુરાવા નથી. પોલીસ અનુસાર હોટશોટ્સ ઍપ મારફત આરોપીએ અશ્લીલ સામગ્રીને અપલોડ તથા સ્ટ્રીમિંગ કરતા હતા. સંપૂર્ણ પૂરક આરોપનામામાં આરોપ કુન્દ્રા સામે નથી અને એમાં કયાંય પણ તેઓ વીડિયો શૂટિંગમાં સક્રિય રૂપથી સામેલ હોવાનો ઉલ્લેખ નથી. આ સામગ્રી ઍપ પર જશે કે નહીં તેની મંજૂરી કલાકારની પરવાનગી બાદ જ મળતી હોય છે. ફરિયાદની સામગ્રીઓ કુન્દ્રા વિરુદ્ધ કોઇ ગુનાનો ખુલાસો કરતી નથી. 
મને ખોટી રીતે આ કેસમાં ફસાવાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer