આજથી આઈપીએલના બીજા તબક્કાનો આરંભ

આજથી આઈપીએલના બીજા તબક્કાનો આરંભ
નવી દિલ્હી, તા. 18 : આઈપીએલ 14ના બીજા તબક્કાની શરૂઆત આવતીકાલે રવિવારથી થઈ રહી છે. ટુર્નામેન્ટના બાકી બચેલા 31 મેચ યુએઈમાં રમાવાના છે. બીજા ભાગનો પહેલો મેચ ચૈન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ સીઝનનો ફાઈનલ મુકાબલો 15 ઓક્ટોબરના રોજ દુબઈમાં રમાશે. 
ઘણી ટીમોમાં કોરોના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ 14ને 4 મેચના રોજ સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી 29 મેચ રમાયા હતા. સીઝનના 31 મેચ બાકી છે જે 27 દિવસમાં રમાશે. આ મુકાબલા દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં આયોજીત થશે. 
સીઝનના 13 મેચ દુબઈમાં થશે. 10 મેચ શારજાહમાં થશે. જ્યારે આઠ મેચ અબુ ધાબીમાં આયોજીત કરવામાં આવશે. સાત મેચ ડબલ હેડર રહેશે. જેમાં પહેલા મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર સાડા ત્રણ વાગ્યે થશે. જ્યારે સાંજે આયોજીત તમામ મેચની શરૂઆત સાડા સાત વાગ્યે થશે. 
લીગનો અંતિમ મેચ આઠમી ઓક્ટોબરના રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પહેલો ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોબરના રોજ દુબઈમાં થશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 11 અને 13 ઓક્ટોબરના શારજાહમાં રમાશે. 
આઈપીએલ 14ના પહેલા હિસ્સામાં દિલ્હી કેપિટલ્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને 12 અંક સાથે પહેલા સ્થાને છે. બીજા નંબરે ચૈન્નઈ સુપરકિંગ્સ છે. જ્યારે કોહલીની ટીમ આરસીબી 10 અંક સાથે ત્રીજા સ્થાને છે. ચોથા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ છે. પાંચમા સ્થાને રાજસ્થાન રોયલ્સ, છઠ્ઠા નંબરે પંજાબ અને સાતમા ક્રમાંકે કેકેઆર છે તેમજ આઠમા ક્રમાંકે સનરાઈઝર્સ હૈદરાબાદ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer