મુંબઈમાં સોમવારથી વરસાદનું જોર વધશે

મુંબઈ, તા. 18 (પીટીઆઇ) : ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે સોમવારથી મુંબઇ અને વિદર્ભમાં ભારે વરસાદનો અંદાજ છે. બંગાળની ખાડી ઉપર ચક્રવાતી પરિસંચારણને પગલે મહારાષ્ટ્રમાં 20મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડી શકે છે. સૌથી પહેલા વિદર્ભમાં વરસાદ શરૂ થશે ત્યારબાદ ઉત્તર મહારાષ્ટ્ર, થાણે, પાલઘર અને મુંબઇમાં મુશળધાર વરસાદ થશે. આ વરસાદ મોટા ભાગે પૂર્વથી પશ્ચિમ સુધી રાજ્યના ઉત્તર ભાગ સુધી સીમિત રહેશે. 
આવતી કાલે મુંબઇમાં મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબા અને સાંતાક્રુઝમાં નહીંવત વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબા અને સાંતાક્રુઝમાં બિલકુલ વરસાદની નોંધ ન થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 2185.3 મિ.મી. અને સાંતાક્રુઝમાં 2841.6 મિ.મી. નોંધાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer