કાર્વીના મ્યુ. ફંડ સબ એજન્ટોનો સોમવારે એનએસઇ ઉપર મોરચો

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 18 : શહેરના મ્યુચ્યુઅલ ફંડ સબ એજન્ટો  કાર્વી સ્ટોક બ્રાકિંગ પાસેથી તેમના જૂન મહિનાથી બાકી કમિશનની માગણી કરવા માટે સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જની બીકેસીમાં આવેલી અૉફિસ ઉપર મોરચો લઇ જશે. 
આ મોરચાના એક આયોજક જયંત જોશીએ જણાવ્યું કે, કાર્વીના 3000 જેટલા સબ એજન્ટોનું કરોડોનું કમિશન જૂન મહિનાથી ચુકવાયું નથી અને હવે કાર્વી તેનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેચવા માગે છે ત્યારે તેમની ચિંતા વધી છે. 
સામાન્ય રીતે એજન્ટોને 25 દિવસમાં તેમનું કમિશન મળી જતું હોય છે પણ કોઈ અગમ્ય કારણસર છેલ્લા ત્રણ મહિનાનું કમિશન મળ્યું નહીં હોવાથી તેમની આર્થિક મુશ્કેલી વધી છે. આ અગાઉ, ઍસોસિયેશન અૉફ મ્યુચ્યુઅલ ફંડ્સ અૉફ ઇન્ડિયા (એમ્ફી)ના અધ્યક્ષ નિલેશ શાહની દરમિયાનગીરીને પગલે નવેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધીનું કમિશન મળ્યું હતું, પણ હવે તે ફરીથી અટકી પડ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer