મુંબઈ પોલીસનું અૉલ આઉટ અૉપરેશન

ત્રણ કલાકમાં સેંકડો આરોપીઓ સામે કાર્યવાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ગણેશોત્સવના પ્રસંગે મુંબઇ પોલીસે અૉલ આઉટ અૉપરેશન હાથ ધર્યું હતું જેમાં 57 વૉન્ટેડ આરોપીઓ સહિત અનેક તડીપાર અને ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરાઇ હતી. શુક્રવારે રાતે અગિયાર વાગ્યાથી રાતે બે વાગ્યા દરમિયાન મુંબઈ પોલીસના પ્રત્યેક 13 ઝોનના અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામેલ છે. 
તહેવારોની પૂર્વસંધ્યાએ નાકાબંધી અને કોમ્બિંગ અૉપરેશન હેઠળ વૉન્ટેડ આરોપીઓ સહિત વિવિધ ગુનામાં સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સંપૂર્ણ અૉપરેશનમાં 57 ગુનેગારોની ધરપકડ કરાઇ હતી જે પોલીસ રેકોર્ડ અનુસાર ફરાર હતા. 
55 વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જારી કરાયું હતું. એનડીપીએસ ઍકટ હેઠળ 118 જણ સામે કાર્યવાહી થઇ હતી. 41 તડીપાર આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ હતી. શહેરમાં લગભગ 136 ઠેકાણે નાકાબંધી રખાઇ હતી. 946થી વધુ હોટેલો, લોંજમાં સર્ચ અૉપરેશન હાથ ધરાયાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer