રિલાયન્સ જિયોએ કેડીએમસીને રૂા. 11 કરોડ પ્રૉપર્ટી ટૅક્સ પેટે ચૂકવ્યા

થાણે, તા. 18 (પીટીઆઈ) : ટેલિકમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયોએ કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાને પ્રૉપર્ટી ટૅક્સ પેટે 11 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. 
પાલિકાએ એની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે શુક્રવારે કંપનીના એક અધિકારીએ પાલિકા કમિશનર વિજય સૂર્યવંશીને ટૅક્સની રકમ ચૂકવી હતી. કેડીએમસીના પીઆરઓ માધુરી ફોફલેએ જણાવ્યું કે, કેડીએમસી દ્વારા જાહેર કરાયેલી પાંચ ટકાની છૂટનો લાભ લઈ આ વરસે એપ્રિલથી અૉગસ્ટ દરમિયાન પ્રૉપર્ટી ટૅક્સ પેટે 160.64 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે ગયા વરસનું કલેક્શન 110.22 કરોડ રૂપિયા હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer