પૈસાની બરબાદી કહી તાલિબાને રદ કર્યો શપથગ્રહણ સમારોહ

પૈસાની બરબાદી કહી તાલિબાને રદ કર્યો શપથગ્રહણ સમારોહ
આઈએમએફ સહિત સંસ્થાઓની મદદ પર રોક બાદ આર્થિક સંકટ
કાબુલ, તા. 11 : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેન્ક સહિત સંસ્થાઓ દ્વારા આર્થિક મદદ પર રોક મુકાયા બાદ આર્થિક સંકટથી અકળાતા અફઘાનમાં નવી તાલિબાન સરકાર શપથગ્રહણ સમારોહ નહીં યોજે.
તાલિબાને કહ્યું છે કે, આવા આયોજનોથી પૈસા અને સંસાધનોની બરબાદી થશે. તાજેતરમાં જ તાલિબાને રખેવાળ સરકાર રચી છે.
નવી સરકારના મંત્રીઓની યાદી જારી થયા બાદ જલ્દી શપથગ્રહણ સમારોહ યોજાશે, તેવું મનાતું હતું. ચીન, પાકિસ્તાન, રશિયા સહિત છ દેશોએ તાલિબાને આમંત્રણ પણ આપી દીધું હતું. કેટલાક અહેવાલો અનુસાર, તાલિબાન આજે શનિવારે જ શપથગ્રહણ સમારોહ યોજવાનું હતું. આજના જ દિવસે 20 વર્ષ પહેલાં અમેરિકામાં 9/11નો આતંકવાદી હુમલો થયો હતો.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer