મુંબઈમાં વધુ 365 કોરોનાના સંક્રમિતો સહિત ઍક્ટિવ દરદીઓ 4666

મુંબઈમાં વધુ 365 કોરોનાના સંક્રમિતો સહિત ઍક્ટિવ દરદીઓ 4666
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 365 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,34,702 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 4666 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
શુક્રવારે મુંબઈમાંથી 441, ગુરુવારે 458, બુધવારે 530 અને મંગળવારે 353 નવા દરદી મળેલા. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ચાર દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,015 દરદીનાં મૃત્યુ થયાં છે. 
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 232 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,11,554 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1185 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. મુંબઈમાં અત્યારે 43 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 35,851 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 96,86,025 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 3075 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 64,94,254ની થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારે 49,796 દરદી સારવાર હેઠળ છે. શુક્રવારે રાજ્યમાંથી 4154, ગુરુવારે 4219, બુધવારે 4174 અને મંગળવારે 3898 નવા કેસ મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 35 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,38,096 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 2.12 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3056 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 63,02,816ની થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.05 ટકા છે. 
રાજ્યમાં અત્યારે 2,95,772 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 1954 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 5,58,36,107 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 64,94,254 ટેસ્ટ (11.63 ટકા) પોઝિટિવ આવી છે. 
થાણેમાં 57 અને કલ્યાણ-ડોંબિવલીમાં 56 કેસ મળ્યા
થાણે જિલ્લામાં 18, થાણે શહેરમાં 57, વસઈ-વિરારમાં 44, નવી મુંબઈમાં 44, કલ્યાણ-ડોમ્બિવલીમાં 56, ઉલ્હાસનગરમાં સાત, મીરા-ભાયંદરમાં 22, પનવેલમાં 56 અને પાલઘરમાં ચાર વધુ દરદી આજે મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer