ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રણા

ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રણા
બન્ને દેશ વચ્ચે પરસ્પર સહયોગ, અફઘાન, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વધતા ચીનના પ્રભાવ અંગે ચર્ચા
નવી દિલ્હી, તા. 11: ભારત અને ઓસ્ટ્રેલિયાના રક્ષા અને વિદેશ મંત્રાલયનાં સ્તર ઉપર ઉચ્ચ સ્તરીય સંવાદની શનિવારે શરૂઆત થઈ છે. જેનો ઉદ્દેશ્ય હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા સૈન્ય દબાણ વચ્ચે બન્ને દેશ વચ્ચે સંપૂર્ણ રક્ષા અને સામરિક સહયોગને વૃદ્ધિ અપાવવાનો છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ ક્રમશ: મારિસ પાયને અને પીટર ડન સાથે ટુ પ્લસ ટુ વાર્તાલાપ કર્યો હતો. આ સંવાદ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પૂરી દુનિયાની નજર અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપર છે અને બેઠકમાં અફઘાન મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે.
રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી ડટન સાથે શુક્રવારે વિભિન્ન મુદ્દે વ્યાપક ચર્ચા કરી હતી. બન્ને દેશના રક્ષા મંત્રીઓએ મુલાકાતમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનથી આતંકવાદ ફેલાવાની આશંકા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વર્તમાન સમયમાં ક્વાડ સમૂહ હિંદ અને પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા નવેસરથી પ્રયાસ કરી રહ્યા છે. આ સમૂહમાં ઓસ્ટ્રેલિયા, ભારત ઉપરાંત અમેરિકા અને જાપાન પણ સામેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer