સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનના એસ્કેલેટરનું ટેસ્ટિંગ શરૂ

સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનના એસ્કેલેટરનું ટેસ્ટિંગ શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મેટ્રો-થ્રીમાં સિદ્ધિવિનાયક સ્ટેશનના પ્રથમ એસ્કેલેટરને ટેસ્ટિગ માટે શુક્રવારે ચાલુ કરી દેવામાં આવ્યું હતું. 
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી રણજીત સિંહ દેઉલે કહ્યું હતું કે માત્ર 18 દિવસના રેકોર્ડ સમયમાં એસ્કેલેટર ચાલુ કરી દેવાયું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિને એ કામ કરતું થઈ ગયું હતું. 
આ એસ્કેલેટરની ક્ષમતા કલાકમાં વધુમાં વધુ 7300 પ્રવાસીઓના વહનની છે. એની ઓપરેશનલ સ્પીડ પ્રતિ સેકન્ડે 0.65 મિટરની છે. જોકે એ એક કલાકમાં 6000 વ્યક્તિઓનું પ્રતિ સેકન્ડે 0.5 મિટરની સ્પિડથી વહન કરશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer