આઇપીએલ પહેલા હૈદરાબાદ, પંજાબ અન દિલ્હીને આંચકો

આઇપીએલ પહેલા હૈદરાબાદ, પંજાબ અન દિલ્હીને આંચકો
નવી દિલ્હી, તા. 11 : સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો, પંજાબ કિંગ્સના ડેવિડ મલાન અને દિલ્હી કેપિટલ્સના ઓલઆઉન્ડર ક્રિસ વોક્સે વ્યક્તિગત કારણોથી આઇપીએલથી હટવાનો નિર્ણય કર્યો છે.
ઇંગ્લેન્ડ અને ભારતીય ખેલાડીઓએ આઇપીએલની ટીમો સાથે જોડાવા માટે ચાર્ટર્ડ પ્લેનથી બબલ ટૂ બબલ ટ્રાન્સફર થવાનું હતું. ભારતીય દળમાં કોરોનાના પ્રકોપનાં કારણે બન્ને દેશ વચ્ચેનો પાંચમો ટેસ્ટ  મેચ રદ થયો છે. જેને લઈને ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓની યાત્રાની સુવિધા ખુદ તૈયાર કરવી પડી રહી છે.
દુબઈ પહોંચતા તમામ ખેલાડીઓને છ દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. કહેવાય છે કે ક્વોરન્ટીનનાં કારણોસર બેયરસ્ટો અને મલાને લીગમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇના એક અધિકારીના કહેવા પ્રમાણે બન્ને ખેલાડી 19 સપ્ટેમ્બરથી શરૂ થતા આઇપીએલનો હિસ્સો નહીં રહે. તેઓના હટવાનું એક કારણ છ દિવસનો ક્વોરન્ટીન સમય પણ છે. જે પહેલા કરવાની જરૂર નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer