ભાયંદરના ઉત્તન વિસ્તારમાં બે રેતી માફિયાઓની ધરપકડ

ભાયંદર, તા. 11 : ભાયંદરના ઉત્તન ભાગમાં રેતી ચોરી કરવા બદલ મરીન પોલીસે બે રેતી માફિયાઓની ધરપકડ કરી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાક રેતી માફિયાઓ નોર્થ બીચ વિસ્તારમાં સક્રિય હતા જેથી પાલી બીચ, વેલંકની ચર્ચ અને પાલી પેટ્રોલ પંપ જેટી પાસે ગેરકાયદેસર રેતીની તસ્કરી અને વેચાણ થઈ રહ્યું હતું. 
જાવેદ અબરાર ખાન આરોપી પણ આ વિસ્તારમાં રેતી ચોરી કરતો હતો. તેનો પ્રભાવ દિવસ રાત વધી રહ્યો હતો કારણ કે કેટલાક રાજકીય નેતાઓ, મહેસૂલ અને પોલીસના સાટિંગને કારણે તેમની ધરપકડ થતી ન હતી. છેલ્લા દિવસોમાં કેટલાક સભાન નાગરિકો રેતી ચોરી સામે પોલીસ કમિશનરને સતત ફરિયાદ કરી રહ્યા હતા કે રેતી માફિયા જાવેદ અબરાર ખાન અને તેનો સાથી મુસૈદ અબરાર ખાન રેતી ચોરીમાં સંડોવાયેલા છે, આવા સમયે ઉત્તન મરીન પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રશાંત લંગી અને તેમની ટીમે બંનેની ધરપકડ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer