28 ટકા પૂર્ણ રસીકરણ સાથે ગુજરાત દેશમાં સૌથી આગળ

અમદાવાદ, તા. 11 : દેશભરમાં રસીકરણ અભિયાનમાં ગતિ આવી છે અને નવ સપ્ટેમ્બરે ગુજરાતમાં વૅક્સિનેશન લેવાને પાત્ર લોકોમાંથી 28 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ગયું છે જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. આથી આગામી તહેવારો દરમિયાન નિયમોમાં રાહત આપવામાં આવે એવી શક્યતા છે. 
દેશમાં પૂર્ણ રસીકરણની ટકાવારીમાં ગુજરાત પછી બીજા ક્રમાંકે આવતા મહારાષ્ટ્રમાં વીસ ટકા વસ્તીને (18 વર્ષથી વધુ વયના લોકો) રસીના બંને ડૉઝ અપાઈ ગયા છે. ત્યાર બાદ પ. બંગાળ છે જ્યાં 18 ટકા અને ઉત્તર પ્રદેશમાં 10 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ગયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer