આર્થિક, સામાજિક પછાત વર્ગને સરકાર ઓબીસીમાં જોડી શકે છે ; માગ ઉઠાવો

પાટીદારનું નામ લીધા વગર નીતિન પટેલનું આહ્વાન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ગુજરાતમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે રાજકીય ખળભળાટ ચાલી રહ્યો છે. આ બાબતે રાજ્ના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારે રાજ્યોને ઓબીસીમાં સમાવવા માટે કાયદો પસાર કર્યો છે. જેના દ્વારા કોઇ પણ રાજ્ય આર્થિક, સામાજિક, સામાજિક પછાત જ્ઞાતિને સરકાર ઓબીસીમાં જોડી શકે છે.  
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે દરેક રાજ્યોને ઓબીસીમાં સમાવવા માટે કાયદો પસાર કર્યો છે. કોઇ પણ જ્ઞાતિ ઓબીસીમા સમાવવા માગતી હોય તો તેમને સરકાર પાસે ભલામણ કરવી પડશે. પરંતુ હાલ આવા પ્રકારની કોઇ જ્ઞાતિની માગણી રાજ્ય સરકાર પાસે આવી નથી. તાજેતરમાં જ ગુજરાત આવેલા રામદાસ આઠવલેએ પાટીદારને ઓબીસીમાં સામેલ કરવા અંગે નિવેદન આપતા મુદ્દો ચગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. 
નીતિન પટેલે અગાઉ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ખરડા પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઇ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા. કેન્દ્રના કોઇ નેતા કે પક્ષના નેતા કોઇ નિવેદન કરે તે જરૂરી નથી ઓબીસીમાં કઇ જ્ઞાતિને કઇ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકારનો અધિકાર છે. તેમણે પાટીદારોનો ઉલ્લેખ કર્યા વિના એમ પણ જણાવ્યું હતું કે જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માગણી કરે. પછી સરકાર દ્વારા સર્વે થશે અને માન્યતા મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય છે. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer