જનતાનો અસંતોષ બહાર આવતાં રૂપાણીનું રાજીનામું ?

ભાજપને 82 બેઠક પણ ન મળે એવું સર્વેનું તારણ
અમદાવાદ, તા. 11 : પશ્ચિમ બંગાળમાં પરાજય થયા પછી આંતરિક સર્વેક્ષણના આધારે વર્તમાન નેતૃત્વ હેઠળ જ વિધાનસભા ચૂંટણી લડાય, તો ભાજપને 182માંથી 82 બેઠક પણ ન મળે, તેવું તારણ ધ્યાને લેતાં ગુજરાતમાં વિજયરૂપાણી પાસે રાજીનામું લઇ લેવાયું હોવાનું અહેવાલમાં
જણાવાયું છે. એક ગુજરાતી મીડિયાના અહેવાલમાં કરાયેલા દાવા મુજબ, ગુજરાતમાં શાસન વિરોધી લહેર 2022ની ચૂંટણી વખતે કેસરિયા પક્ષને મોટું નુકસાન કરી શકે છે, તેવી ભીતિ પક્ષના આંતરિક સર્વેમાં વ્યક્ત કરાઇ હતી. કેન્દ્રિય મંત્રીઓએ જન-સંવેદના યાત્રા નામે, સમગ્ર ગુજરાતમાં ફરીને જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કરતાં જનતામાં રૂપાણી પ્રત્યે ભારોભાર અસંતોષ હોવાનું સામે આવતાં આ રાજીનામું લેવાયું હોવાનો તર્ક અહેવાલમાં વ્યક્ત કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer