એનએસઓનો સર્વે : 2019માં સરેરાશ રૂા. 74,121 કર્જ, માસિક 10 હજાર આવક

અડધોઅડધ ખેડૂતો દેવાંના ડુંગર નીચે
અમારા પ્રતિનિધિ તરફથી 
નવી દિલ્હી, તા. 11 : ધરતીપુત્રોની આવક બમણી કરવાના દેશની સરકારના દાવા, પ્રયાસો વચ્ચેય દેશમાં અડધોઅડધથી વધુ કિસાન પરિવારો દેવાંના ડુંગર નીચે દબાયેલા છે.
એનએસઓના સર્વેક્ષણ અનુસાર, 2019માં 50 ટકાથી વધુ કિસાન પરિવારો કર્જના બોજ હેઠળ દબાયેલા હતા. સરેરાશ 74,121 રૂપિયાનું દેવું હતું.
આ સર્વે નોંધે છે કે, કુલ લેણાંમાંથી 69.6 ટકા જ બેન્ક, સહકારી સમિતિઓ, સરકારી એજન્સીઓ જેવા સંસ્થાગત સ્રોતો પાસેથી લેવાયેલું કર્જ છે.
ઉપરાંત, 20.5 ટકા કર્જ વ્યવસાયી વ્યાજખોરો પાસેથી લેવાયું છે. કુલ કર્જમાં 57.5 ટકા લોન કૃષિના હેતુથી 50.2 ટકા કિસાન કુટુંબોએ લીધી હતી.
કૃષિ વર્ષ 2018-19માં એક કિસાન પરિવારની સરેરાશ માસિક આવક 10,218 રૂપિયા હતી.
આ આવકમાં મજૂરીમાંથી 40,633 રૂપિયા, પાક ઉત્પાદનમાંથી 3798, પશુપાલનમાંથી 1582 રૂપિયા આવક હતી, તેવું એનએસઓના સર્વેમાં જણાવાયું છે.
એક અનુમાન અનુસાર દેશમાં કૃષિ પરિવારોની સંખ્યા 9.3 કરોડ છે, જેમાં અન્ય પછાત વર્ગ 45.8 ટકા, અનુસૂચિત જાતિ 15.9, જનજાતિ 14.2, અન્ય 24.1 ટકા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer