અમેરિકાએ ભારતને સોંપ્યાં એમએચ-50 હેલિકૉપ્ટર

અમેરિકાએ ભારતને સોંપ્યાં એમએચ-50 હેલિકૉપ્ટર
નૌકાદળની તાકાત વધી
નવી દિલ્હી, તા. 17: ભારત-અમેરિકાની ભાગીદારી મજબૂત કરવાનો સંકેત આપતા અમેરિકી નૌકાદળે પહેલા બે એમએચ-50 મલ્ટીરોલ હેલિકોપ્ટર્સ ભારતીય નૌકાદળને સોંપી દીધાં છે. આ બન્ને હેલિકોપ્ટર્સથી ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો થશે. ભારતીય નૌસેનાએ અમેરિકી સરકાર પાસેથી વિદેશી સૈન્ય વેચાણ હેઠળ લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલા 24 હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેની અંદાજિત કિંમત 2.4 અબજ ડોલર છે. 
સેન ડિએગોના નૌકાદળ હવાઈ સ્ટેશનમાં શુક્રવારે યોજાયેલા સમારોહમાં નૌકાદળને ઔપચારિક રીતે હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ સામેલ થયા હતા. સંધુએ કહ્યું હતું કે, તમામ હવામાનમાં કામ કરતા મલ્ટી રોલ હેલિકોપ્ટર સામેલ થતા ભારત-અમેરિકાના સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ કદમ સમાન છે. તેઓએ ટ્વિટ કર્યું હતું કે, ભારત અને અમેરિકાની મિત્રતા એક નવી ઉંચાઈએ પહોંચી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer