મુંબઈમાં કોરોનાના 446 નવા દરદી, 806 સાજા થયા

મુંબઈમાં કોરોનાના 446 નવા દરદી, 806 સાજા થયા
મીરા-ભાઈંદરમાં 68 અને વસઈ-વિરારમાં 58 દરદી મળ્યા  
મહારાષ્ટ્રમાં કોરોનાના 8172 નવા દરદી મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 466 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,30,707ની થઈ ગઈ છે. 
શુક્રવારે મુંબઈમાંથી 446, ગુરુવારે 545, બુધવારે 635, મંગળવારે 441 અને સોમવારે 478 નવા કેસ મળ્યા હતા. ધારાવીમાંથી શનિવારે કોરોનાનો એકેય કેસ મળ્યો નહોતો. ત્યાં અત્યારે 21 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 12 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,690નો થઈ ગયો છે. અત્યારે 6618 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 806 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 7,06,004ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ 97 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 993 દિવસનો થઈ ગયો છે. 
મુંબઈમાં અત્યારે 71 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા છ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 33,480 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 77,33,879ની થઈ ગઈ છે. 
શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 8172 નવા કેસ મળ્યા હતા. રાજ્યમાં 1,00,429 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવિટી રેટ 13.71 ટકા છે. શુક્રવારે રાજ્યમાંથી 7761, ગુરુવારે 8010, બુધવારે 8602 અને મંગળવારે 7243 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 124 દરદીનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યનો મૃત્યુ દર 2.04 ટકા છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8950 પેશન્ટ્સ સાજા થયા હતા. એ સાથે અત્યાર સધી કુલ 59,74,594 દરદી સારા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 96.28 ટકા છે. 
રાજ્યમાં અત્યાર સુધી 4,52,60,468 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 62,05,190 (13.71 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. રાજ્યમાં 5,77,615 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 4156 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.  રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી પુણે જિલ્લામાં છે. પુણેમાં 16,339, થાણેમાં 15,793 અને મુંબઈમાં 10,793 દરદી સારવારમાં છે.
થાણે જિલ્લામાં 80, થાણે શહેરમાં 99, નવી મુંબઈમાં 92, ઉલ્હાસનગરમાં 15, ભિવંડી-નિઝામપુરમાં એક, મીરા-ભાઈંદરમાં 68, વસઈ-વિરારમાં 58, પનવેલમાં 154 અને રાયગઢ જિલ્લામાં 363 કોરોનાના દરદી મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer