ફિલ્મ નિર્માતાઓ શૂટિંગ માટે પોલીસ સાથે સમન્વય સાધે ઉદ્ધવ ઠાકરે

ફિલ્મ નિર્માતાઓ શૂટિંગ માટે પોલીસ સાથે સમન્વય સાધે ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, તા. 17 (પીટીઆઈ)  : ફિલ્મ અને ટેલિવિઝન નિર્માતાઓએ શાટિંગની સમયમર્યાદા ચાર વાગ્યાથી વધારવાની માગણી કરી હતી. તેમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ પોલીસ સાથે સમન્વય સાધી તેમના મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં થનારા શાટિંગ શિડ્યુલ અને સમયમર્યાદા નક્કી કરે. 
ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડના સભ્યોને વર્ચ્યુઅલી સંબોધતા મુખ્ય પ્રધાને તેમને ખાત્રી આપતા જણાવ્યું કે નિયમિત કોવિડ ટેસ્ટ યોજવામાં આવે, માર્ગદર્શિકાનું પાલન કરે અને ફિલ્મ કલાકારો અને વર્કરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવાય. 
ફિલ્મ સર્જક રાકેશ ઓમ પ્રકાશ મેહરા, રિતેશ સિધવાની, નાગરાજ મંજુલે, સુબોધ ભાવે, રવિ જાધવ સહિત અન્યોએ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો પણ સામેલ હતા. 
મુખ્ય પ્રધાન કાર્યાલયએ રિલીઝમાં જણાવ્યું હતું કે ગિલ્ડે શાટિંગની સમયમર્યાદા ચાર વાગ્યાથી વધારવાની માગણી કરવાની સાથે આશ્વાસન આપ્યું હતું કે કોવિડ-91ના નિયમોનું પાલન કરાશે. 
મુખ્ય પ્રધાને રિલીઝમાં વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં આવે છે જ્યાં નવા સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો નથી. રમતગમતના આયોજનમાં બાયો બબલ સિસ્ટમ હોવા છતાં કોરોના ફેલાયો છે. 
ઠાકરેએ કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકાર પ્રતિબંધોમાં 
ઢીલ આપવામાં સાવધાનીથી વર્તી રહી છે, કારણ તેમની પ્રાથમિકતા રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્યની છે. 
મુખ્ય પ્રધાને કહ્યું કે, મુંબઈ પોલીસ શાટિંગના સ્થળ અને સમયની વિગતો માગશે. કોવિડ-19ના તમામ નિયમોનું પાલન યોગ્ય રીતે થાય છે કે નહીં એની ચકાસણી કરવા નોડલ અધિકારીની નિયુક્તિ કરવી જોઇએ. 
આરોગ્ય વિભાગ મુજબ, મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 7761 નવા કેસ નોંધાયા હતા તો મરણાંક 167 હતો. આને પગલે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 61,97,018 પર પહોંચી છે જ્યારે મરણાંક 1,26,727 પર પહોંચ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer