આજથી શ્રીલંકા સામે વનડે શ્રેણીનો આરંભ

આજથી શ્રીલંકા સામે વનડે શ્રેણીનો આરંભ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકા સામે ભારતનું પલડું ભારે : 159માંથી 91 મૅચમાં જીત
નવી દિલ્હી, તા. 17 : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી લિમિટેડ ઓવરની શ્રેણી 18 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મે જેવા સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવનની આગેવાનીમાં પહોંચેલી ટીમને ફેવરિટ તરીકે જોવામાં આવી રહી છે. વનડે ક્રિકેટમાં સૌથી વધારે હારનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી ચુકેલી શ્રીલંકાની ટીમ ઈન્ટરનેશલ ક્રિકેટમાં સતત સંઘર્ષ કરી રહી છે અને ઈંગ્લેન્ડમાં શ્રીલંકાના વનડે અને ટી20 શ્રેણીમાં સુપડા સાફ થયા હતા.
છેલ્લા અમુક વર્ષમાં દરેક ફોર્મેટમાં ભારતની ટીમ શ્રીલંકા ઉપર હાવી રહી છે અને ધવનની આગેવાનીમાં ભારતીય યુવા ટીમ રેકોર્ડમાં વધારો કરવા માગશે. વનડે ક્રિકેટમાં ભારત અને શ્રીલંકાની ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યારસુધી 159 મેચમાં એકબીજાની સામે મેદાનમાં ઉતરી ચુકી છે. જેમાંથી 91 વખત ટીમ ઈન્ડિયાને જીત મળી છે. જયારે શ્રીલંકાની ટીમે 56 મેચમાં જીત મેળવી છે. જ્યારે 11 મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી. આ ઉપરાંત એક મેચ ટાઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી બાઈલેટરલ શ્રેણી 1982-83મા રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી.  વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે પહેલી વખત 1979મા સામનો થયો હતો. જેમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer