વેસ્ટ ઈન્ડિઝે અૉસ્ટ્રેલિયા સામે 4-1થી શ્રેણી જીતી

વેસ્ટ ઈન્ડિઝે અૉસ્ટ્રેલિયા સામે 4-1થી શ્રેણી જીતી
અંતિમ ટી-20 મૅચમાં વિન્ડિઝના 199ના જવાબમાં અૉસ્ટ્રેલિયાના 183; લુઈસની દમદાર બૅટિંગ
સેન્ટ લુસિયા, તા. 17: ઓપનિંગ બેટ્સમેન ઇવિન લુઇસની ધમાકેદાર ઇનિંગથી મોટો સ્કોર બનાવનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમે પાંચમા અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાને 16 રને હરાવીને શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ બન્ને ટીમ વચ્ચે હવે બારબાડોઝમાં ત્રણ વન ડેની શ્રેણી રમાશે.  વેસ્ટ ઇન્ડિઝના કાર્યવાહક કેપ્ટન નિકોલસ પુરને શ્રેણીમાં પહેલી વખત ટોસ જીત્યો હતો અને બેટિંગનો નિર્ણય કર્યો હતો. લુઇસે 34 બોલમાં 79 રન કર્યા હતા. જેમાં 9 છગ્ગા સામેલ છે. પુરને 18 બોલમાં 31 રન કર્યા હતા. મેચમાં વેસ્ટ ઇન્ડિઝ 8 કિવેટ ગુમાવીને 199 રન બનાવવામાં સફળ રહી હતી. જે શ્રેણીનો સર્વોચ્ચ સ્કોર પણ છે. વેસ્ટ  ઇન્ડિઝે આપેલા લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 9 વિકેટે 183 રન જ કરી શકી હતી અને ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. એરોન ફિંચે 34 રન કર્યા હતા જ્યારે મિશેલ માર્શે 30 અને મેથ્યુ વેડે 26 રન કર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer