હવે સરહદે કોઇ પડકાર નહીં ફેંકી શકે અમિત શાહ

મોદીએ ભારતને સંરક્ષણ નીતિ આપી
નવી દિલ્હી,તા. 18 : કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે આજે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની નવી સંરક્ષણ નીતિની રચના કર્યા પછી કોઇ આપણને સરહદ ઉપર કે આપણા સાર્વભૌમત્વ ઉપર પડકાર ફેંકી શકે તેમ નથી. 2014માં નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા તે પહેલા અલગ સંરક્ષણ નીતિ હતી. તેમણે જણાવ્યું હતું કે કાં તો તે વિદેશ નીતિ હતી કે જે સંરક્ષણ નીતિ ઉપર હાવી થઇ જતી હતી અથવા તો વિદેશ નીતિ હતી કે જે સંરક્ષણ નીતિને બાજુએ રાખી દેતી હતી. જ્યારે આજે આ પહેલાના કારણે કોઇપણ ભારતની સંપ્રભુતાને કે સરહદોને પડકારી શકે તેમ નથી. જમ્મુ હવાઈ મથક ઉપર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા અંગે બોલતા અમિત શાહે કહ્યું કે ડીઆરડીઓ અને અન્ય એજન્સીઓ વળતા પગલાઓ દ્વારા આગળ આવી રહી છે. આપણે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકના ઉપયોગ સામે તૈયાર રહેવું જોઇએ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer