કંધારમાં તાલિબાનની પીછેહઠ

કાબુલ, તા.17 : આમને સામને અથડામણ બાદ અફઘાની સૈન્યએ સ્પિન બોલ્ડક વિસ્તારને તાલિબાનના કબ્જામાંથી છોડાવી લીધો છે. આ એજ વિસ્તાર છે જ્યાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દિકીની તાલિબાન આતંકીઓએ હત્યા કરી હતી.
અફઘાન સરકારના સૂત્રોએ સ્પિન બોલ્ડક હવે તાલિબાનના કબ્જામાંથી મુક્ત હોવાના અહેવાલને સમર્થન આપ્યુ છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સ્પિન બોલ્ડકમાં અફઘાની જવાનોનું સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહયુ છે. અને તાલિબાન આતંકીઓ પાકિસ્તાન સરહદ તરફ ભાગી રહયા છે. કંધારના બહારી વિસ્તાર એવા સ્પિન બોલ્ડક પર કબ્જો જમાવવા તાલિબાન આતંકીઓએ 14 જુલાઈએ ભીષણ હુમલો કરી તેના પર કબ્જાનો દાવો કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer