બ્રિટનમાં કોરોના રિટર્નસ એક દિવસમાં 51,870 કેસ, લૉકડાઉનની ચેતવણી

લંડન, તા.17 : બ્રિટન કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સપડાયુ છે. શુક્રવારે છેલ્લા 6 મહિનામાં પહેલીવાર 51,870 નવા સંક્રમણના કેસ નોંધાયા હતા. બ્રિટનની 68 ટકા વસતીને વેક્સિન લગાવાઈ ચૂકી છે તેવા સમયે જાન્યુઆરી બાદ પહેલીવાર એક દિવસમાં 50 હજારથી વધુ નવા કેસ નોંધાતા સરકારની ચિંતા વધી છે. શનિવારે સામે આવ્યુ કે સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદ પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. બ્રિટનમાં જે રીતે સંક્રમણ અને મૃત્યુ દર દિવસેને દિવસે વધી રહ્યો છે તે જોતાં નિષ્ણાંતો દ્વારા ચેતવણી આપવામાં આવી  છે કે સરકારને ફરી લોકડાઉન લગાવવા મજબૂર થવું પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer