એમસીએક્સમાં સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે ઉછાળો

મુંબઈ, તા. 17 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9 થી 15 જુલાઈના સપ્તાહ દરમિયાન 18,96,910 સોદાઓમાં કુલ રૂ. 1,62,983.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ. 679 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ. 719 ઊછળ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 269 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 222 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.  
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 2,89,923 સોદાઓમાં રૂ.29,317.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3,926.60 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.230.67 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 25,156.26 કરોડનાં કામકાજ થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ દરમિયાન બુધવારે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 64,733 સોદાઓમાં રૂ. 6,103.43 કરોડનું ઉચ્ચતમ કામકાજ નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના કોલ ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3,094.34 કરોડનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3,009.09 કરોડનો હતો. 
કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 7,33,222 સોદાઓમાં કુલ રૂ.48,271.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,844ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 48,501 અને નીચામાં રૂ. 47,477 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.679 વધી રૂ.48,400ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.461 વધી રૂ.38,701 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.4,775ના ભાવે બંધ થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer