કાશ્મીરમાં ચૂંટણી માટે પ્રથમ પગલું

કાશ્મીરમાં ચૂંટણી માટે પ્રથમ પગલું
મતવિસ્તારોની ફેર આકારણી માટે બેઠક બોલાવતું કેન્દ્ર
નવી દિલ્હી, તા. 19 : જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદો (ડીડીસી)ની ચૂંટણીઓ બાદ રાજકીય પ્રક્રિયાને આગળ વધારવાના પ્રયાસ તરીકે કેન્દ્ર સરકારે આ કેન્દ્ર શાસિત પ્રદેશના મતક્ષેત્રોની પુન: આકારણી પ્રક્રિયા માટે ડિલીમીટેશન (હદ મર્યાદા)ની કવાયતની ચર્ચા માટે આવતા અઠવાડિયે કાશ્મીર ખીણના મુખ્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી છે. આ પગલાને આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ધારાસભાની ચૂંટણીઓ યોજવાના પ્રથમ પાગલાં તરીકે ગણી શકાય.
પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહેબુબા મુફિતએ એ વાતને સમર્થન આપ્યું હતું કે તેને 24 જૂને નવી દિલ્હીમાં `ટોચની નેતાગિરી' સામેની બેઠકમાં જોડાવાનું આમંત્રણ મળ્યું છે. જો કે આ વાતને સમર્થન નથી મળતું કે મુખ્યધારાના ગઠબંધનના તમામ સભ્યોને મળ્યું છે કે કેમ.
પીપલ્સ એલાયન્સ ફોટ ગુપ્તકર એલાયન્સ (પીએજીડી)આ બેઠકમાં જોડાશે. એમ તેણીએ કહ્યું હતું.
હજુ સપ્તાહ પહેલાં જ રાજકીય પ્રવૃત્તિ આગળ વધી હોવાના સંકેત તરીકે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પીએજીડીના ચેરમેન ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સાથે ચર્ચા કરવા તૈયાર છે. અમે કોઇપણ દરવાજા કે વિકલ્પો બંધ નથી કર્યા. જો તેવો અમને આમંત્રણ આપશે તો અમે ત્યારે નિર્ણય કરશું.'' એમ તેમણે પીએજીડીની 10મી જૂને મળેલી બેઠક બાદ જણાવ્યું હતું.
જમ્મુ - કાશ્મીર વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ડિલીમીટેશન કમિશને ગયા મંગળવારે તમામ 20 જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને પત્ર લખીને ત્યાંની વસતિની ગીચતા અને તમામ જિલ્લાની ટોપોગ્રાફી અને ધારાસભા મતક્ષેત્રની વિગતો સહિત વિવિધ પાસાઓની તાજી માહિતી માગી હતી. આ કમિશનની રચના 5 માર્ચ 2020ના રોજ થઇ હતી અને તેને 3 માર્ચે એક વર્ષનું એકસટેન્શન મળ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer