સ્વિસ બૅન્કમાં રૂ.20,700 કરોડ

સ્વિસ બૅન્કમાં રૂ.20,700 કરોડ
કેન્દ્રએ અહેવાલ ફગાવ્યા; વિપક્ષની શ્વેતપત્ર જાહેર કરવાની માગણી
નવી દિલ્હી, તા.19 : સ્વિસ બેંકોમાં ભારતીયોનું જમા નાણું 20 હજાર કરોડને પાર પહોંચી ગયાના અહેવાલોને કેન્દ્રની મોદી સરકારે ફગાવી દીધા છે. ભારતીયો પર પોતાનું બેહિસાબ કાળુ નાણું સ્વિસ બેંકોમાં છુપાવવાનો આરોપ છે.  
એવા અહેવાલો સામે આવ્યા છે કે સ્વિસ બેંકોમાં જમા ભારતીયોનું વ્યક્તિગત તથા કંપનીઓનું નાણું રૂ.20,700 કરોડ પહોંચી ગયુ છે અને સ્વિસ અધિકારીઓ પાસે આ અંગે સત્ય જાણવા માહિતી માગવામાં આવી છે. કેન્દ્ર સરકારે આવા અહેવાલોને રદ્યો આપ્યો છે તો કોંગ્રેસે માગ કરી છે કે સરકાર આ મામલે શ્વેતપત્ર બહાર પાડી દેશવાસીઓને સત્ય જણાવે કે આ નાણું કેટલું છે અને તેને પાછુ લાવવા સરકાર શું કરી રહી છે ? કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે મોદી સરકાર એ લોકોના નામ કેમ જાહેર કરી રહી નથી જેમણે સ્વિસ બેંકમાં નાણાં જમા કરાવ્યા છે. જ્યારે 97 ટકા ભારતીયો વધુ ગરીબ બન્યા છે તો એ કોણ લોકો છે જેઓ આફતમાં અવસર શોધી રહ્યા છે ? 
આ પહેલા સ્વિત્ઝર્લેન્ડની કેન્દ્રિય બેંક દ્વારા ગુરૂવારે વાર્ષિક અહેવાલ જારી કરાયો હતો જે મુજબ, વર્ષ 2020માં સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને સંસ્થાનો તથા કંપનીઓનું જમા કુલ નાણું વધી ર.પપ અબજ ફ્રેંક (આશરે રૂ.20,700 કરોડ) થયુ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer