મહારાષ્ટ્રમાં વધુ 8912 દરદી મળ્યા, 10,373 સાજા થયા

મહારાષ્ટ્રમાં વધુ 8912 દરદી મળ્યા, 10,373 સાજા થયા
મુંબઈમાં કોરોનાના વધુ 696 દરદી મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 696 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,20,637ની થઈ ગઈ છે. 
શુક્રવારે મુંબઈમાંથી 762, ગુરુવારે 666, બુધવારે 830 અને મંગળવારે 575 નવા કેસ મળેલા. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 13 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,279નો થઈ ગયો છે. અત્યારે 14,751 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 790 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,88,340ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા 16 દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ વધીને 720 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.09 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 82 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 18 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 33,136 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 67,86,802ની થઈ ગઈ છે. 
શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 8912 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 59,63,420ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,32,597 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવિટી રેટ 15.17 ટકા છે. 
શુક્રવારે રાજ્યમાંથી 9798, ગુરુવારે 9830, બુધવારે 10,107 અને મંગળવારે 9350 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 257 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,17,356નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર વધીને 1.97 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,373 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 57,10,356 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 95.76 ટકા થયો છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,93,12,920 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 59,63,420 ટેસ્ટ (15.17 ટકા)પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 8,06,506 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 4695 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં 18,788, પુણેમાં 18,108 અને થાણે જિલ્લામાં 13,523 દરદી સારવાર હેઠળ છે. સૌથી ઓછા દરદી યવતમાલમાં જિલ્લામાં છે. ત્યાં અત્યારે 158 દરદીઓ પર હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer