કોરોના : દેશમાં હવે સક્રિય કેસ ઘટીને 7.60 લાખ

કોરોના : દેશમાં હવે સક્રિય કેસ ઘટીને 7.60 લાખ
નવા સંક્રમિતો 60,075
નવી દિલ્હી, તા. 19 : ભારતમાં શનિવારે લગાતાર 12મા દિવસે એક લાખથી ઓછા નવા દર્દી સામે આવ્યા હતા, તો સક્રિય કેસોની સંખ્યા 74 દિવસમાં સૌથી ઓછી થઇ ગઇ છે.
દેશમાં આજે વધુ 60,753 દર્દીના ઉમેરા સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2.98 કરોડને પાર બે કરોડ 98 લાખ 23,546 થઇ ગઇ છે.
ભારતમાં શનિવારે વધુ 1647 સંક્રમિતોને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 3,85,137 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. કોરોનાથી મૃત્યુનો દર 1.29 ટકા છે.દેશમાં આજની તારીખે 7,60,019 સંક્રમિતો સારવાર હેઠળ છે. કુલ દર્દીઓની સંખ્યાની તુલનામાં સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને માત્ર 2.55 ટકા રહી ગયું છે.
ભારતના વિવિધ ભાગોમાં 24 કલાકમાં વધુ 97,743 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 2.86 કરોડથી વધુ બે કરોડ 86 લાખ 78,390 દર્દી વાયરસ મુક્ત થઇ ચૂક્યા છે.
આજે સળંગ 37મા દિવસે નવા દર્દી કરતાં સ્વસ્થ દર્દીની સંખ્યા વધુ આવતાં સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ લગાતાર વધીને 96.16 ટકા થઇ?ગયો છે.
વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 17.78 કરોડથી વધુ છે, તો 38.51 લાખથી વધુ દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. સંક્રમણનો દૈનિક દર 2.98 ટકા થઇ ગયો છે. દેશમાં 38.92 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે, તો 27.23 કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer