દુનિયાને રસી આપવા માટે હુ ભારતની મદદ લઇ રહ્યં છે

દુનિયાને રસી આપવા માટે હુ ભારતની મદદ લઇ રહ્યં છે
બીજા ડૉઝથી વંચિત દેશોને ખેપ પૂરી પાડવા વૈશ્વિક સંસ્થા સીરમ સાથે કામ કરે છે
સંયુક્ત રાષ્ટ્ર, તા. 19 : વિશ્વ આરોગ્ય સંગઠન (હુ) એસ્ટ્રાજેનેકા, સીરમ ઇસ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર સાથે મળીને દુનિયાના વંચિત રહી ગયેલા દેશોને રસી પૂરી પાડવા કવાયત કરી રહ્યું છે.
ખાસ તો પોતાના નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી નથી શક્યા તેવા દેશોને રસીની ખેપ પહોંચાડવા `હુ' ભારત સરકારની મદદ લે છે.
`હુ'ના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસના વરિષ્ઠ સલાહકાર બ્રૂસ આયલવર્ડે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, બીજા ડોઝથી વંચિત રહી ગયા હોય તેવા ઘણા દેશ છે. 
તેમણે જણાવ્યું હતું કે, 30થી 40 દેશ એવા છે, જેમને એસ્ટ્રાજેનેકા રસીના બીજા ડોઝની જરૂર છે, પરંતુ આ દેશો આપબળે તે જરૂરત પૂરી કરી શકે તેમ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer