કોપા અમેરિકા : આર્જેન્ટાએ ઉરુગ્વેને હરાવ્યું

કોપા અમેરિકા : આર્જેન્ટાએ ઉરુગ્વેને હરાવ્યું
ગુઈડો રોડ્રિગ્ઝે 13મી મિનિટે હેડરથી ગોલ કર્યો
સાઓ પાઉલો, તા. 19 : આર્જેન્ટિનાએ કોપા અમેરિકા ફુટબોલના પોતાના બીજા મેચમાં ઉરુગ્વેને 1-0થી હરાવ્યું છે. આ સાથે જ લિયોનેલ મેસીની ટીમ ગ્રુપ એમાં ચીલી સાથે શીર્ષ સ્થાને પહોંચી છે. મિડફિલ્ડર ગુઈડો રોડ્રિગ્ઝએ બ્રાસીલિયામાં રમાયેલા મેચમાં 13મી મિનિટે હેડરથી ગોલ કર્યો હતો. મેસ્સીએ તેને ક્રોસ આપ્યો હતો. 
આ અગાઉ ઈંગ્લેન્ડ મુળના સ્ટ્રાઈકર બેન બ્રેરેટનના ગોલની મદદથી ચિલીએ બોલિવીયાને 1-0થી હરાવ્યું હતું. આર્જેન્ટાએ ચીલી સામે 1-1થી ડ્રો રમ્યો હતો. ત્યારબાદ ડિફેન્સમાં ચાર બદલાવ કર્યા હતા. હવે સોમવારે આર્જેન્ટિના પરાગ્વે સામે રમશે. આ જ દિવસે ઉરુગ્વેની ટક્કર ચીલી સામે થશે. પરાગ્વેને હરાવીને આર્જેન્ટિના શીર્ષ ઉપર પહોંચવા માગશે. જેથી નોકઆઉટ ચરણના શરૂઆતી મેચમાં જ ગ્રુપ બીની શીર્ષ ટીમ બ્રાઝિલ સામેની ટક્કર ટાળી શકાય. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer