હંગેરીએ ફ્રાન્સને ડ્રોથી રોક્યું

હંગેરીએ ફ્રાન્સને ડ્રોથી રોક્યું
અતિ મહત્ત્વની મૅચ 1-1થી ડ્રો : હંગેરીને મળ્યો જરૂરી પોઈન્ટ
બુડાપેસ્ટ, તા. 19 : યુરો કપના ગ્રુપ એફ મેચમાં ફ્રાન્સ અને હંગેરી વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં હંગેરીએ ફ્રાન્સને 1-1થી ડ્રોથી રોકી દીધું હતું. મેચ ડ્રો થતા હંગેરીને યુરો કપમાં મહત્વનો પોઈન્ટ મળ્યો હતો.જ્યારે ફ્રાન્સે 16મા રાઉન્ડમાં પ્રવેશ મેળવવાની તક ગુમાવી હતી. પુરા મેચમાં ફ્રાન્સનું હંગેરી ઉપર પ્રભુત્વ રહ્યું હતું. જો કે ત્યારબાદ એટલી ફીયોલાએ ગોલ કરતા સ્કોર 1-0 થયો હતો. 
બીજા હાફમાં હંગેરીની ટીમે પુરી રીતે ડિફેન્સિવ વલણ અપનાવ્યું હતું. જો કે એન્ટોનિ ગ્રીઝમેને 66મી મિનિટે ગોલ કરતા સ્કોર બરાબર થયો હતો. પહેલા ગોલ બાદ ફ્રાન્સે બીજા ગોલ માટે સતત પ્રયત્નો કર્યા હતા. જો કે હંગેરીએ ફ્રાન્સને તક આપી નહોતી અને મજબુત ડિફેન્સના પરિણામે ફ્રાન્સની ટીમ બીજો ગોલ કરવામાં સફળ રહી નહોતી. જેના પરિણામે હંગેરીએ આ અતિ મહત્વના મેચમાં ફ્રાન્સને ડ્રોથી રોક્યું હતું. મેચ ડ્રો થતા ફ્રાન્સ પ્રમુખ ટુર્નામેન્ટોના છેલ્લા 9 મેચથી અપરાજીત રહ્યું છે. જો કે સતત પાંચ મેચ જીત્યા બાદ છઠ્ઠા મેચમાં વિજેતા બનવાનું સપનું રોળાયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer