પૂર્વ સનદી અધિકારી અરાવિંદ શર્માને

ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવાયા 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 19 :  ગુજરાત કેડરના પૂર્વ સનદી અધિકારી અરાવિંદ શર્માને ભાજપ મોટી જવાબદારી આપી છે. અરાવિંદ શર્માને ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવવા છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમા પદ પરથી રાજીનામું આપીને શર્મા ભાજપમાં જોડાયા હતા. 
આ સાથે જ લાંબા સમયથી યુપી ભાજપમાં ખેંચતાણ ચાલી રહી હતી. એનો આજે અંત આવ્યો છે. યોગી અને મોદી વચ્ચેની મુલાકાત બાદ રસ્તો નીકળ્યો છે અને અરાવિંદ શર્માને યોગી સરકારમાં પ્રધાનને બદલે ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આ પૂર્વ અધિકારી યુપીમાં સંગઠનની જવાબદારી સંભાળશે. 
અરાવિંદ શર્માએ ગત જાન્યુઆરીમાં અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. અરાવિંદ શર્મા 1988 ની બેંચના આઈએએસ અધિકારી છે. તેમણે નિવૃત્તિ વય કરતા બે વર્ષ પહેલા નિવૃત્તિ લીધી હતી. અને ભાજપમાં જોડાયા હતા. મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન કાર્યાલયોમાં 18 વર્ષ સેવા આપી ચુકેલા અને વડા પ્રધાન મોદીની નીકટના ગણાતા અરાવિંદ શર્માએ ભાજપનો ખેસ ધારણ કરી બધી ચર્ચા પર પૂર્ણ વિરામ મુક્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer