ઍર ઈન્ડિયાની ભુજ સહિતની સંપત્તિઓ વેચાણમાં મુકાઈ

રૂ. 300 કરોડ ઊભા કરવા યોજના
નવી દિલ્હી, તા.19 : સરકારી વિમાનની કંપની એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા જલ્દી પૂરી થવા પર છે. વિનિવેશના રસ્તે આગળ વધી રહેલી કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાની ભુજ સહિત દેશભરમાં આવેલી તેની વાણિજ્યિક અને આવાસીય સંપત્તિ વેચીને 200 કરોડથી 300 કરોડ રૂપિયા ઊભા કરવા વિચારી રહી છે.
એક જાહેર સૂચના અનુસાર એર ઈન્ડિયાએ એમએસટીસી મારફતે દેશભરમાં આવેલી પોતાની સંપત્તિ વેચવા ઈ-લિલામીથી બોલીઓ આમંત્રિત કરી છે. મુંબઈમાં એક ફ્લેટ, નવી દિલ્હીમાં પાંચ ફ્લેટ, બેંગ્લોરમાં એક રહેણાક પ્લોટ, કોલકાતામાં ચાર ફ્લેટ એ સંપત્તિમાં સમાવિષ્ટ છે જેને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વેચાણ માટે ઔરંગાબાદમાં એક બુકિંગ કાર્યાલય અને સ્ટાફ ક્વાર્ટર, ભુજમાં એરલાઈન હાઉસ સાથે રહેણાક પ્લોટ, નાસિકમાં છ ફલેટ, નાગપુરમાં બુકિંગ કાર્યાલય અને તિરુવનંતપુરમમાં એક રહેણાક પ્લોટ તથા મેંગ્લોરમાં બે ફ્લેટનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer