રાજ્યપાલ સમક્ષ અનોપ મંડળ સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી

રાજ્યપાલ સમક્ષ અનોપ મંડળ સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી
મુંબઇ, તા. 5 : છેલ્લાં કેટલાંક વર્ષોથી અનોપ મંડળ નામની સંસ્થા જૈન વાણિયા અને વૈશ્ય સમાજ વિરુદ્ધ દ્વેષ ફેલાવવાનું કામ કરી રહી છે. હાલમાં જ આ સમાજના કેટલાક સભ્યો દ્વારા એક વીડિયો વાયરલ કરાયો હતો જેમાં `કોરોના કિસને લાયા હૈ જૈન સમાજને લાયા હૈ'ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. આ લોકો નાગરિકોમાં જૈન સમાજ વિરુદ્ધ રોષ ફેલાવી નાગિરકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે.  જૈન ધર્મ વિરુદ્ધ દુપ્રચાર કરનારાઓ વિરુદ્ધ પ્રતિબંધ અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું આવેદન પત્ર મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાંના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને સોંપ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણી મંગલ પ્રભાત લોઢા, ભાવેશ દોશી, અતુલભાઇ, નરેશભાઇ, મુકેશભાઇ, નગરસેવકો નેહલ શાહ, હેતલ ગાલા અને હરીશ છેડા હાજર રહ્યાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer