મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રમાં શનિવારે પહોંચેલા નેઋઍત્યના ચોમાસાના કારણે રાજ્યના અમુક તટીય વિસ્તારમાં વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગના ક્ષેત્રીય ડાયરેક્ટર શુભાંગી ભુતેના કહેવા પ્રમાણે ચોમાસું આશા મુજબ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ મોન્સુન મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. ચોમાસુ ઔપચારિક રીતે રત્નાગીરી જીલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું છે અને આ ક્ષેત્રમાં વરસાદની સંભાવના છે. વધુમાં ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિ પણ અનુકુળ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer